તમારાથી પ્રભુ રાતમાં ભગાય નહીં.. કિર્તન નીચે લખેલું છે.કિર્તન નીચે લખેલું છે #bhajan #dayabenvirani

85,384
0
Published 2022-09-06
આવી આવી વાત વાલા આપણાથી થાય નહીં
આવી જાય હોઠે પછી મુંગુ રહેવાય નહીં

તમારાથી આમ પ્રભુ રાતમાં ભગાઈ નહીં
શું કરું દાનવો માં દેવો પોસાય નહીં
કંસને દેવકીનું હેતને પર ખાઈને....

તમારાથી આમ પ્રભુ ગોકુલ જવાય નહીં
શું કરું માતા પિતાના બંધન છૂટે નહિ
મારે પછી જશોદાનો જાયો થવાય નહીં...

તમારાથી આમ પ્રભુ માસીને મરાય નહીં
શું કરું ઝેર ચુસી મારાથી જીવાય નહિ
નો મારું માસીને તો મામા ને જાણ થાય નહીં...

તમારા આમ પ્રભુ ગોવર્ધન તોલાય નહીં
શું કરું ગોપ ગાયો ગોવાળો તરે નહીં
ઇન્દ્રનો ગર્વ કાંઈ જેમ તેમ ગળે નહીં...

તમારાથી આમ પ્રભુ મહિડા લુંટાઈ નહીં
શું કરું સખાઓ ને માખણ મળે નહીં
ગોકુળ ના મહીડા કાઈ મથુરા વેચાય નહિ..

તમારાથી આમ પ્રભૂ કાળીનાગ નથાય નહીં
શું કરું સંકટની ઘડી ચુકાય નહી
કાલિન્દી ના નીર કાંઇ ડોળા રખાય નહીં..

તમારાથી આમ પ્રભુ મથુરા જવાય નહીં
શું કરું કાકા ને પાછા વળાય નહીં
કુબજાની પ્રીત કાંઈ જેમ તેમ પર ખાય નહીં...

તમારાથી આમ પ્રભુ રાખડી તોડાય નહીં
શું કરું ફઈબા ના વચન મિથ્યા થાય નઇ
સતરંગી સેનામાં કાંઈ કૌરવો દેખાય નહીં.,.

તમારાથી આમ પ્રભુ યુદ્ધ કરાય નઈ
શું કરું દુર્યોધન મોતેથી મરે નહીં
કુબુદ્ધિ કાંઈ કૌરવો માં શકુની પર ખાઈ નઈ...

તમારાથી આમ પ્રભુ કપટ કરાય નહીં
અભિમન્યુ ભાણેજ ને મારી નખાય નહીં
નો મારુ ભાણેજ ને તો મારાથી જીવાય નહિ...

તમારાથી આમ પ્રભુ પક્ષ વાદ થાય નહીં
સતરંગી સેનામાં કાંઈ કૌરવો દેખાય નઈ
સખા અર્જુન કાંઈ રણમાં રોળાય નઈ...

તમારાથી આમ પ્રભુ પાતાળ જવાય નઈ
ગયા તો ભલે ગયા નારદ ને કહેવાય નહીં
ન કહુ નારદ ને તો લક્ષ્મી ને જાણ થાય નઈ ...

તમારાથી આમ પ્રભુ મથુરા જવાય નહીં
રાજ મારૂ ને મારે કાંઈ રખાય નઈ
56 ભોગ કાઈ મથુરા ધરાય નઈ...

તમારાથી આમ પ્રભુ સ્વધામ જવાય નઈ
શું કરૂ વાલીના વચન મિથ્યા થાય નઈ
આવી ધર્મની હાની પાપને પોસાય નહીં....

આવી આવી વાત વાલા...

All Comments (21)
  • Best bhajan. Bheno khub saras bhajan gau. Lakhi ne mukva badl dhanyavad. Mandli ne namste. 🌹👌🌹🙏🌹👍🌹👏👏👏👏👏
  • @PatelSaya
    જય સ્વામિનારાયણ ખુબ ખુબ સરસ
  • જય સ્વામિનારાયણ બહુ સરસ🙏🙏🙏
  • જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏
  • બહુ સરસ બેન ભજન ગાવ છો નીચે લખાણ કરું છું તે પણ સારું છે અમે તમારા ભજન નોટમાં ઉતારીએ છીએ અને અમારા સત્સંગમાં ગાઈએ છીએ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
  • @ranjanben8742
    જય શ્રી કૃષ્ણ ખરેખર ખૂબ ખૂબ ખૂબ સુંદર સાભળવાની ખૂબ મજા આવી જય સ્વામી નારાયણ 👌🙏👌🙏👌🙏👌🙏
  • તમારા બધા જ ભજન બહુ જ સરસ છે અને સમજવા જેવા છે જય શ્રી કૃષ્ણ
  • Jay shree Krishna 🙏🙏 Tamara bhajan mane bahuj game 6e hu roj shabhalu 6u
  • જયશ્રી કૃષ્ણ... નાઈસ ભજન.. બસ આવી રીતે નવા નવા ભજનો ગાતા રહો.. ભક્તિ નો રસ રેલાવતા રહો.. મારા તરફથી બધી બહેનો ને જય શ્રી ક્રિષ્ના... લલિતા ચાવડા.. ગાંધીનગર થી... 👌🙏🏻🌺