વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે. || ગોપી મંડળ || (ભજન નું લખાણ નીચે આપેલ છે)

Published 2024-06-13
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે ..
સાથે રાધાજીને તેડી લાવજો રે ..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..

મે તો વેહલી સવારમાં દોહયી ગાયડી રે..
પ્રભુ શીદ ને લગાડો વાર આટલી રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..

મેંતો કાઠા તે ઘઉં ની કરી ભાખરી રે..
મેંતો આકરા તાપે કરી આકરી રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..

મેંતો મગ ને મેથી ના કર્યા ઢોકળા રે..
ત્યાં તો જમવા આવજો ને નાના છોકરા રે.
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..

મેંતો દૂધ ને સાકર નો શીરો કર્યો રે..
મે તો તાંબાના તાસ માં ટાઢો કર્યો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..

મેંતો ભાત કમોદ નો કીધો રે..
પાપડ શેક્યો છે નવચંદ જેવડો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..

ઘી દૂધ ને માખણ મિસરી રે..
પ્રભુ ભાવે જમો ને મારાં વાલમાં રે.
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..

મેંતો જળ રે જમનાની ઝરી ભરી રે.
પ્રભુ આચમન કરવાને વેહલા આવજો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..

મેંતો લવિંગ સોપારી સાથે એલચી રે..
પ્રભુ મુખવાસ કરવાને વેહલાં આવજો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..

પ્રભુ ગોપી મંડળ ની વિનંતી રે..
મારી ભૂલ ચૂક કરજો માફ હો જી રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે...

વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે...

All Comments (14)